
હથોડી, ઝાડું ને દાતરડા
ઈતિહાસ, સંસ્કૃતિ ને ઉઝરડા
કોમ,જાત ને રંગ
દુનિયા,મેઘધનુષ બેરંગ
લાલ લોહી
લાલ સલામ
ગાલ લાલ
તમાચો..
આંગળા ને સવાલ
ઠંડી લીલી ઠંડાઈ
ને ભગવી ભાંગ
જીવવા દો ને ભાઈ માંડ
આઝાદી, ગુલામી સરહદ
સાલી કેટલી બધી કચકચ
સાયકલ, પેડલ ને ટીફીન
ફૂટપાથ, ઘર અને કોફીન
ચા અડધી ને સાકી આખો
ખાખી,ચશ્માંને ખાદીનો ફાંકો
ગાંધી, લાકડી ને ઘડિયાળ
મગર આંસુ સરીઆમ
કવિતા, શબ્દો કાગળો
શાહી, સંવેદના ને ફાલુદો
વસંત, પાનખર ને વર્ષા
ખુશી, પ્રેમ ને ઈર્ષા
રૂપજીવી, દલાલ ને હમાલ
લીધા વેચ્યા ની ધમાલ
અફવા, હવા ને પાન
થુંક, દીવાલ ને કાલ
દફતર, પાટી ને પેન
એક બે ને ત્રણ
પતંગિયા, સ્મશાન ને સુરજમુખી
જીંદગી કાળમુખી
દાવાનળ, જીગર ને બીડી
નાટક, મોહરું ને ખીંટી
સિંગ ખારી, સર્કસ ને જોકર
કિસ્મત, લોભ ને ઠોકર
બ્લેકબેરી, એપલ ને ફણસ
કણસ, કણસ ને કણસ...
3 comments:
Ye Baat ! Janas Janas Janas...
- 5 Rupiya
life.....or something like that :)
જીવન અને કટકા!
Post a Comment