Sunday, September 22, 2013

 પુરે પચાસ રૂપિયે સરકાર...

જે દિવસે ગબ્બરે હાથ કાપી નાખ્યા કવિ ઠાકુરના
કવિતાનું નખ્ખોદ વળી ગયું એ દિવસે રામગઢમાં
કવિતાના વિરહમાં ઠાકુર હવે દિવસ રાત તડપે છે
બે કવિઓ બહારથી ભાડે લાવી ઘોસ્ટ રાઈટીંગ કરાવે છે
ઠાકુરના સંવેદનો એકલા ને અટુલા સાંભાની જેમ ખડક પર બેસી રહે છે
ને સાહિત્ય પરિષદના પચાસ રૂપિયાના પુરસ્કારની રાહ જુવે છે
ગબ્બરની સામે બે નવોદિત કવિઓની રચનાઓ પેશ થાય છે
હોળીના દિવસ નું એ કવિ સંમેલન રામગઢ જીતી જાય છે
બાજુના ગામનો મંદિરનો મહંત એવોર્ડ સમારંભમાં આવે છે
સાથે સાથે એક અંધ ચિંતક પણ હાજર રહે છે
બધાની કવિતાની પ્રેરણા એક માત્ર બસંતી છે
અને એની ઘોડી સ્થાનિક અખબારમાં કટાર લેખિકા છે
ખેલ હવે ખરાખરીનો જામ્યો છે
સ્વર્ગીય કાલીયાની યાદમાં ગબ્બરે એક કાવ્ય સ્પર્ધા રાખી છે
નવોદિત કવિઓને સ્પર્ધામાં બોલાવી દગા થી પકડી પાડે છે
ગબ્બર હવે આ કવિઓના પણ હાથ કાપવા જાય છે
ના બસંતી ગીત ગાય છે
ના કોઈ આમને બચાવવા આવે છે
ના કોઇ સિક્કો ઉછળે છે
ના કોઇ ભાઇબંધી નીભાવે છે
ફરી વાર એજ ઘટના દોહરાય છે
બે નવા કવિઓના હાથ ફરી કપાય છે
અંતે બધું હેમ નું હેમ થઇ જાય છે
પરિષદ નો પેલો પચાસ રૂપિયા નો પુરસ્કાર ફરીથી ગબ્બર જીતી જાય છે

No comments: